સેવા-પ્રવૃત્તિઓ
શ્રી વિદ્યા કલ્યાણ ધામમાં નિત્ય ચાલતી ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ – નિત્ય યજ્ઞથી વસ્ત્ર-કંબલ દાન સુધી.
ધામમાં ધર્મ અને સેવા એકબીજાથી અલગ નથી. યજ્ઞની સાથે અન્નદાન, પૂજનની સાથે ગૌ સેવા – આ દસ પ્રવૃત્તિઓ ધામમાં નિત્ય ચાલે છે.

નિત્ય યજ્ઞ
ધામમાં દરરોજ વૈદિક વિધિથી યજ્ઞ થાય છે – ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર સાથે અગ્નિમાં આહુતિ.

શ્રી યંત્ર પૂજન
શ્રી યંત્રરાજનું નિત્ય પૂજન, શુક્રવારે શૃંગાર દર્શન અને પર્વોએ નવાવરણ મહાપૂજા તથા લક્ષાર્ચન.

ષોડશ સંસ્કાર
જનોઈથી વિવાહ સુધીના સોળ વૈદિક સંસ્કાર શાસ્ત્રોક્ત વિધિથી.

અન્ન દાન
ભક્તો, યાત્રિકો અને જરૂરિયાતમંદો માટે ભોજન-પ્રસાદ.

છાસ-સરબત વિતરણ
રાહદારીઓ અને શ્રમિકો માટે છાસ અને સરબતનું વિતરણ.

ગૌ સેવા
શ્રી વિદ્યા ગૌશાળા, રતનપરમાં ગાયોની સેવા – ચારો, આશ્રય અને સંભાળ.

બ્રહ્મ ભોજન
બ્રાહ્મણો અને વિદ્વાનોનું સન્માનપૂર્વક ભોજન.

વૈદિક વિવાહ
માતા-પિતા વિહોણી દીકરીઓના સમૂહ વૈદિક વિવાહ.

પુસ્તક સહાય
વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને ધાર્મિક ગ્રંથોની સહાય.

વસ્ત્ર-કંબલ દાન
જરૂરિયાતમંદોને ધાબળા અને વસ્ત્રોનું વિતરણ.
