પ.પૂ. શાસ્ત્રીશ્રી હિરેનભાઈ ત્રિવેદી
શ્રી વિદ્યા કલ્યાણ ધામના પરમાધ્યક્ષ અને ગુરુદેવ. વેદવિદ્યા સંવર્ધક અને આચાર્યપ્રવર તરીકે તેઓ ગુરુકુળના ઋષિકુમારોને વેદ, યજ્ઞવિધિ અને સંસ્કારોનું શિક્ષણ આપે છે તથા શ્રી યંત્રરાજની ઉપાસનાનું માર્ગદર્શન કરે છે.
“શ્રી સરકાર”
ભક્તો શાસ્ત્રીજીને પ્રેમ અને આદરથી “શ્રી સરકાર” કહે છે. “જય જય શ્રી સરકાર” – આ અભિવાદન ધામના દરેક કાર્યક્રમ, દરેક સંદેશ અને દરેક મુલાકાતનો આરંભ છે.
સેવાકાર્ય
શાસ્ત્રીજીના માર્ગદર્શનમાં ધામમાં નિત્ય યજ્ઞ, ષોડશ સંસ્કાર, સમૂહ જનોઈ, માતા-પિતા વિહોણી દીકરીઓના વૈદિક વિવાહ, ગૌ સેવા અને અન્ન દાન જેવી પ્રવૃત્તિઓ ચાલે છે. દ્વારકા શારદાપીઠના જગદ્ગુરુ શંકરાચાર્યજી સહિત અનેક સંતો-મહંતોએ ધામની મુલાકાત લઈ આશીર્વાદ આપ્યા છે.
અધિકૃત સંપર્ક
શાસ્ત્રીજીનું અધિકૃત ઇન્સ્ટાગ્રામ: @shree.sarkar_official. આ સિવાયનું કોઈ ખાતું શાસ્ત્રીજીના નામે અધિકૃત નથી. શાસ્ત્રીજી કે ધામ ક્યારેય વ્યક્તિગત નંબર પર દાન માગતા નથી – અધિકૃતતા ચકાસો.

યજ્ઞ-પૂજન સમયે દીપ પ્રગટાવતા શાસ્ત્રીજી
જય જય શ્રી સરકાર

